ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.