આ રોગ સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન જ્યારે આંબે મોર ફૂટે તે વખતે જોવા મળે છે. મોરની દાંડી ઉપર સફેદ છારી જોવા મળે છે જે પાછળથી બદામી રંગની થાય છે. આ રોગના આક્રમણથી ફલિનીકરણ થાય તે પહેલાં અથવા તે પછી મોર ખરી પડે છે. અસરગ્રસ્ત મોરનો ભાગ સુકાઈને ભૂખરો થઈ જાય છે. રોગનું પ્રમાણ […]