પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત. એટ્રાઝીન, મેટ્રીબ્યુઝીન, એલાક્લોર કે મેટોલાકલોર.