ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦, […]