સૂર્યમુખીનો પાક લીલા ઘાસચારા તરીકે લઈ શકાય છે. સૂર્યમુખીનો પાક ૮૦ થી ૯૦ દિવસમાં પાકી જાય છે. સૂર્યમુખીનું તેલ ખાધ તેલ તરીકે, વેજીટેબલ ઘી, સાબુ અને વાર્નિસની બનાવટમાં પણ વપરાય છે. સૂકીખેતી વિસ્તારમાં ખેડૂતોની આવક વધારવા તેમજ ખાધ તેલની માંગ પૂરી પાડવામાં સૂર્યમુખીનો પાક મહત્ત્વનો છે.