કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે ભલામણ ન હોવા છતાં ખેડૂતો કીટનાશક સાથે ફૂગનાશક, વૃદ્ધિ નિયંત્રક કે પ્રવાહી ખાતર મિશ્ર કરી છંટકાવ કરવાથી આવા રસાયણની આડ-અસરથી કપાસના પાન લાંબા, બરછટ અને વિકૃતિ પામેલ જોવા મળે છે. […]