અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી ઉપર પશુ દ્વારા કરેલ પોદરો ગંદકી ન બને તે માટે તેને માટી સાથે ભેળવવામાં આવે છે. આ પ્રક્રિયા રોટાવેટરથી કરતાં નીચેની માટી ઉપર અને માટીછાણનું મિશ્રણ નીચે તરફ ધકેલાય છે. આ પ્રક્રિયા સમયાંતરે કરતાં રહેવુ પડે જેથી કરીને પશુના પેશાબ અને છાણમાં રહેલ ભેજને કારણે તળિયુ ભીનું ના રહે. છાણથી બનેલ પથારીને અવારનવાર ઊલટફેર/ હવાફેર કરવું ખૂબજ જરૂરી છે. સામાન્ય રીતે પથારીના ઉપરના થરના આવરણથી લગભગ ૧૫-૩૦ સે.મી.ની ઊંડે થર્મોફિલિક પ્રકારના જીવાણુઓ ખૂબજ મોટા પ્રમાણમાં ગરમી (લગભગ 1300 -૧૫૦૦ ફેરનહિટ તાપમાન) પેદા કરે છે.
Social Plugin