(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું વાસણ પણ વાપરી શકાય.
(૨) બીજા દિવસે એટલે કે છંટકાવના દિવસે પહેલી પ્લાસ્ટિકની ડોલનું મોરથુંથુનું દ્રાવણ તેમજ બીજી પ્લાસ્ટિકની ડોલમાં રહેલ ચૂનાને પ્લાસ્ટિકની ડોલમાં કે માટીના વાસણોમાં એક જ સાથે રેડતા રહેવું અને હલાવતા રહેવું જેથી મોરથુંથું તેમજ ચૂનાના દ્રાવણનું મિશ્રણ બરાબર બની જાય.
(૩) ત્યારબાદ આ મિશ્રણમાં લોખંડના ચપ્પા કે બ્લેડને એકાદ મિનિટ માટે બોળવુ, જાે લોખંડના ચપ્પા કે બ્લેડને કાટ લાગે અથવા તો રતાશ પડતું થાય તો દ્રાવણમાં બીજાે ચૂનો ઓગાળી રેડવો કે જેથી ચપ્પાને કાટ લાગતો બંધ થાય. ત્યારબાદ આ મિશ્રણ છંટકાવ માટે સલામત છે તેમ કહી શકાય. આ મિશ્રણને ગાળીને પંપમાં ભરી છંટકાવ માટે ઉપયોગમાં લેવું.