[Collection]

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા ખેત મજુરોના પ્રશ્નો સામે આપણે સામુહિક રીતે સ્વતંત્ર રીતે ખેત ઓજારો વસાવીશું. હવે નાના ટ્રેકટરો, વાઢીને પાથરા કરવાના રીપર, અદ્યતન પ્રકારના સ્પ્રેયર, બે હાર વચ્ચે નિંદામણ કરવાના નાનકડા પાવર ટીલર, ઘઉં-બાજરો-જુવાર વાઢવા માટેના બ્રશકટર વગેરે હવે બઝારમાં આવી રહ્યા છે. હોન્ડા કંપનીના પાવર વીડર, પશુચારા માટે ધાસ કાપીને કટકા કરતું ચાફકટર, બાગાયત પાકના ખાડા ગાળવાના સાધનો ડીગર, ઓગાર , થ્રેસર, રોટાવેટર આવી રહ્યા છે. વિદેશમાં કોબી જેવું પાંદડા વાળું લેટ્સ બધા બહુ ખાય , ત્યાં મજુરની સમશ્યા ઘણી એટલે લેટટસ કટિંગ મશીનથી થાય તેવા મોટા દડા વાળી જાત હોય તોજ ખેડૂત વાવે કારણ મશીન વગર કોઈ આરોવારો નથી બોલો , એટલે બીજ પણ કંપની દ્વારા નવીન આવશે બોલો , તમારી નજીકમાં આવા સાધનો વેચતા ડીલરનો સંપર્ક કરો અને સાધનો જયાં વેચ્યા હોય ત્યાં તેના અનુભવો રૂબરૂ જાણવા જાવ અને સામુહિક રીતે વસાવો. તમારા અનુભવ અમને લખી મોકલો .ભાગીયાને સાચવવા પડે તેવા દિવસો આવી રહ્યા છે તે યાદ રાખજો .

by-16629,12023-04-12T05:00:00.000Z