ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને રોટાવેરથી કટીંગ કરી સેન્દ્રીય ખાતરમાં ફેરવવા લાગ્યા છે. સજીવ ખેતી બાબતે વાતો હવે બહુ ધ્યાનથી સાંભળે છે, પણ અમલ કરતાં હજુ દ્વિધા અનુભવે છે. કેટલાક વિશિષ્ટ ખેતી-નેટ અને ગ્રીનહાઉસ, નર્સરી, પપૈયા કે કેળની ખેતી, ફૂલોની ખેતી, મધની ખેતી વગેરેમાં પ્રવેશ્યા છે. તેઓ થોડું રળે છે. પણ એની ટકાવારી કેટલી ? ખેતી પાકોમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, દિવેલા, ઘઉં, લસણ, ડુંગળી, શાકભાજી, મેથી, જીરૂ થોડા વિસ્તારમાં હવે ગમગુવાર પ્રવેશ્યો છે. કેટલીક પાણીવાળી નિશ્ચિત જગ્યાઓમાં બાગાયત કેરી, કેળાં, દાડમ, નાળિયેર અને ઓછા પાણીવાળા પ્રદેશમાં બોર, જામફળ, સીતાફળ, આમળાં, સરગવા વગેરે ખેડૂતો પકવી જાણે. ફળો, શાકભાજી અને કપાસ તથા અન્ય ચીજોના વેચાણ બાબત માર્કેટયાર્ડો લગભગના તાલુકા મથકે આવેલા છે. પણ પ્રોસેસિંગ યુનીટો કપાસ સિવાયના બહુ ઓછા છે. દૂધનો વ્યવસાય પણ બહુ જૂજ પ્રમાણમાં, પાણીની નિશ્ચિતતા જ નથી. તેથી ગૌશાળાઓ પણ હિસાબની રીતે બહુ ફાયદો કરતી નથી. ગાયોમાં ‘ગીર’ અને ભેંશોમાં. ‘જાફરાબાદી મુખ્ય ઓલાદો. દૂધ ઉત્પાદન શક્તિ ક્રોસ કરેલ એચ.એફ અને જર્સીમાં વધારે. દૂધનો ધંધો કરનારા આ પ્રાણી પાળે. શોખીનો ‘ગીર’પાળે.
Social Plugin