આવરણ એ છોડના વિકાસ અને કાર્યક્ષમ પાક ઉત્પાદન માટે વધુ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે માટી/જમીનનું કવરીંગ કરવાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે પાંદડા, સ્ટ્રો, ખાતર તથા કુદરતી લીલા ઘાસનો ઉપયોગ મલ્યીંગ તરીકે કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ૬૦ વર્ષ દરમિયાન કૃત્રિમ પદાર્થોના આગમનથી લીલા ઘાસને બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. લીલા ઘાસની તુલનામાં પ્લાસ્ટિક સંપૂણપણે પાણી માટે અભેદ્ય છે; તેથી તે જમીનમાંથી

ભેજનું સીધું બાષ્પીભવન અટકાવે છે અને આ રીતે સપાટી પર પાણીના વ્યય અને જમીનના

ધોવાણને અટકાવે છે. આ રીતે તે જળસંગ્રહમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. બાષ્પીભવન ન થતું હોવાથી ક્ષારવાળા પાણીનો પણ પિયત તરીકે ઉપયોગ કરી શકાય છે.