વેફ્રર  બનાવવા માટે લીલા રંગના સારી ગુણવત્તા ધરાવતા કેળા લેવામાં આવે છે. બંચમાંથી કેળાને અલગ કરીને તેને ૧૦૦ પીપીએમ ક્લોરીન ધરાવતા પાણીનાં દ્રાવણમાં ધોવામાં આવે છે. ત્યાર બાદ તેની છાલ હાથથી અથવા મશીનથી ઉતારી અંદાજે ૦.૩ થી ૦.૫ સે.મી. જાડાઈની સ્લાઈસીસ પાડવામાં આવે છે. તૈયાર થયેલ યોગ્ય સાઈઝની સ્લાઈસીસમાં એન્ઝાયમેટીક બ્રાઉનીંગ રોકવા તેનું બ્લાન્સીંગ કરવામાં આવે છે. બ્લાન્સીંગ માટે સ્લાઈસીસને સામાન્ય રીતે ૯૦o સેલ્સિયસ તાપમાન તેમજ ૦.૧% પોટેશિયમ મેટાબાય સલ્ફાઈટ ધરાવતા પાણીમાં ૧૫ મિનિટ સુધી રાખવામાં આવે છે. આ રીતે ટ્રીટમેન્ટ આપ્યા બાદ સ્લાઈસીસને તરત જ ઠડા પાણીમાં ૧૫ મિનિટ માટે રખી તેને ઠંડી કરી, નિતારી અલગ કરવામાં આવે છે. નિતારી તૈયાર કરેલ સ્લાઈસીસને ડીહાઈડ્રેટરમાં યોગ્ય તાપમાન રાખી અમુક અંશે તેમાંથી પાણી ઉડાડવામાં આવે છે, જેથી ફાઈંગ એટલે કે તળતી વખતે તેમાં ઓઈલ (તેલ)નો વપરાશ ઓછો થાય. ડી હાઈડ્રેટેડ બાદ આ સ્લાઈસીસને ૧૬૦ થી ૧૭૦o સેલ્સિયસ તાપમાન ધરાવતા વનસ્પતિજન્ય ઓઈલ (તેલ)માં ડીપ ફાઈંગ કરવામાં આવે છે. આ રીતે સ્લાઈસીસમાં ૪% ભેજ રહે ત્યા સુધી ફાઈંગ કરવામાં આવે છે. આ માટે અંદાજે ૧૦ મિનિટ જેવો સમય લાગતો હોય છે. ફાઈંગ થયા બાદ વેફર અથવા ચીપ્સમાંનાં વધારાને ઓઈલ (તેલ)ને દૂર કરવા સેન્ટ્રીફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. તૈયાર થયેલ આવી વેફ્ર (ચીપ્સ)નું ત્યાર બાદ ફ્લેવરીંગ કરી યોગ્ય પેકેજિંગ કરી સ્ટોરેજ અથવા માર્કેટિંગ કરવામાં આવે છે.