મગફળીના પ્રમાણમાં સૂર્યમુખીના બીજનો દર ઘણો જ ઓછો (૧૦ કિ.ગ્રા.) છે અને તેની વૃદ્ધિનું પ્રમાણ ઘણું જ ઊંચું (૧:૮૦) છે. જેથી કરીને મોટા વિસ્તારમાં ટૂંકા સમયમાં સુધારેલ બિયારણ નીચે લઈ શકાય છે.

૬. સૂર્યમુખીના પાકની સાનુકૂળતા ખૂબ જ ઊંચી હોવાથી તે ગમે તે પ્રકારની જમીનમાં થઈ શકે છે.

૭. સૂર્યમમુખીનો પાક પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોવાથી ઓછા વરસાદમાં પણ નિષ્ફળ જતો નથી.