સુરણ ને “કંદમૂળ પાક ના રાજા' તરીકે ઓળખવામાં આવે છે. રોપણી બાદ આંખો ફૂટવા માટે ઊંચું ઉષ્ણતામાન હોવું આવશ્યક છે. વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેજવાળું તેમજ કંદના વિકાસ દરમિયાન ઠંડુ અને સૂકું હવામાન વધુ અનુકૂળ આવે છે. ૨૫° થી ૩૫° સે. ગ્રેડ તાપમાન ખૂબ જ અનુકૂળ છે. સુરણ એ કંદ વર્ગનો પાક હોવાથી પોચી, ભરભરી, સેન્દ્રિય તત્ત્વોથી ભરપૂર અને સારા નિતારવાળી જમીન ઉત્તમ ગણાય છે. સુરણ નું વાવેતર વાનસ્પતિક પ્રસર્જન પદ્ધતિ દ્વારા આખેઆખી માતૃ ગાંઠ કે એના ટુકડા વડે કરવામાં આવે છે. મે માસના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં વરસાદ શરૂ થાય તે પહેલાં અને જો પિયતની સગવડતા હોય તો ફેબ્રુઆરી-માર્ચ માસમાં પણ રોપણી કરી શકાય . વાવેતર માટે ગાંઠની જરૂરિયાત રહે છે. સુરણના છોડના જીવનકાળ દરમિયાન તેના ઉપર બે કે ત્રણ પાન નીકળતાં હોય છે. પ્રથમ પાન કંદની. રોપણી બાદ દોઢ માસે નીકળે છે. કંદન રોપણી બાદ ત્રણેક માસે બીજું પાન નીકળે છે. કેટલીક વાર છોડ ઉપર બેથી વધારે પાન પણ જોવા મળે છે. સુરણમાંથી મૂલ્યવર્ધિત બનાવટો : અથાણું, ચાટ, પાપડ, , કટલેટ, સમોસા, કેક, પકોડા, ખીર, ગુલાબ જાંબુ બની શકે છે