તમારા શરીરને રોગપ્રતિકારક બનાવવા માટે દૈનિક ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઓછી ઊંઘથી શરીરમાં થાક વર્તાય છે અને મગજના કાર્યને અસર પહોંચે છે. અનિંદ્રાને લીધે શરીરને પૂરતો આરામ ન મળતાં શરીરના અવયવો બરાબર કાર્યશીલ રહેતા નથી પરિણામે તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ ઉપર થાય છે.