હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.  લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15  મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો