સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દરરોજ નિયમિત ક્સરત કરો. હળવી ક્સરત પણ દરરોજ નિયમિત રીતે કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. તમારી શક્તિ પ્રમાણે રોજ ૩૦ થી ૪પ મિનિટ કસરત કરવી જોઈએ. નીયમિત કસરત શરીરની ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે, જેનો સીધો સંબંધ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે છે.