ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે નાના નાના ચેક ડેમ, ખેત તલાવડી, આડ બંધ, બોરી બંધ વગેરે કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ છેલ્લા બે પાંચ વર્ષથી આ પ્રવૃતિના મીઠા ફળો આપણે લઈ રહ્યા છીએ તે સતત હવે પછીના વર્ષોમાં મળે તેવું ચાલું રાખવું પડશે. આજે જ તમારા ખેતરથી નજીકના ચેક ડેમ, આડ બંધમાંથી માટી અને ગાળ કાઢવો, ઉડા કરવા, ચેક ડેમ રીપેર કરવા, ગયા વર્ષે લાગ્યું હોય કે અહીં એક આડ બંધ કરવા જેવો છે તે હજુ તક છે ત્યારે કરી લેવા જેવું કામ છે તેમ સમજીને સંયુક્ત ભાગીદારીમાં અથવા તો સુવાંગ પોતાની રીતે કરીને ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, ખેતરનું પાણી ખેતરમાં રહે તેવું આયોજન વિચારવાનો સમય છે. કુવા કૅ બોરના તળ ઉંચા લાવવાનો આ નુસ્ખો અપનાવવા જેવો છે તે આપણે હવે બરાબર જાણીએ છીએ.