દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે રોજ ૮ થી ૧૦ પ્યાલા પાણી પીવું જોઈએ. પૂરતુ પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ફ્લૂ થવાની શક્યતા ઘટે છે . ગરમી સામે રક્ષણ મેળવવા માટે લીંબુ વર્ગના ફળોનો રસ અને નાળિયેરનું પાણી લેવું જોઈએ.