ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યનું પાસુ છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક લેવામાં આવે તો લોહીમાં શકરાનું નીચું પ્રમાણ અને દબાણ ઘટાડી શકાય એટલે કે તે ડાયાબીટીસ ઘટાડવામાં મદદરૂપ થાય. પ્રોટીનયુક્ત આહાર શરીરને સૂડોળ રાખે છે. નિયમિત રીતે બીટા કેરોટીન, એસ્કોબિંક એસિડ અને અન્ય જરૂરી વિટામિનોથી યુક્ત ફળો અને શાકભાજી આહારમાં લેવા જોઈએ. રોગના ચેપ સામે સાવચેતી રૂપે ટામેટા, મશરૂમ, લીંડીપીપર, પાલક અને બ્રોકોલી રૂપે લીલા

શાકભાજી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.

 આદું, આમળા અત્તે હળદર જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ કે જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો કે ભારતીય લોકોના આહાર અને નાસ્તામાં આવા પદાર્થો રોજબરોજના આહારમાં લેવામાં આવે છે. લસણ, તુલસીના પાન અને જીરૂ જેવા ઔષધીય મૂલ્ય ધરાવતા પદાર્થો પણ આહારમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લેવાય છે. અળસી તેમજ સૂર્યમુખી, કોળુ અને શક્કરટેટીના બીજ પણ પ્રોટીન અને વિટામિન-ઈ ના ઉત્તમ સ્રોતો છે.

દહીં, યોગર્ટ વગેરે પ્રોબાયોટિક્સ અને આથવેલ ખોરાકનો ઉપયોગ કરતા આપણા શરીરમાં પોષકતત્વોનું શોષણ સારૂ થાય છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિઓ માટે તેનો આહારમાં ઉપયોગ મહત્વનો છે.