મોલોની વસ્તી જાણવા પીળાં ચીકણાં ટ્રેપ ગોઠવવા. દર અઠવાડીએ જીવાતોનું સર્વેક્ષણ કરવું. ઉપદ્રવની શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૫ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
Social Plugin