ધારો કે આપણા ખેતરમાં આપણે ભેજ , પવનની ઝડપ, તાપમાન, જમીનનું તાપમાન અને તેના માટે ભેજ માપક સાધનો એક રોબોટ લગાડ્યું તો આ હવામાન માપતું યંત્ર તમને ક્યા રોગ અને જીવાત આવવાના છે તેનો સંદેશો તમારા ટુણટુણીયા મોબાઈલમાં કેવી રીતે મોકલે ? આ માટે તેને જોઈએ બીગડાટા, રોબોટ ને એ.આઈ. થી સજ્જ કરવા માટે તેને ડેટા ઇનપુટસ સ્વરૂપે ઘણું શીખવવામાં આવે છે તેને બહુ મોટા પ્રમાણમાં ડેટા આપવા પડે એટલે આટલો ભેજ વધે અને પવન પડેલો હોય અને રાત્રીનું તાપમાન ૩ ડીગ્રી વધે તો શું થયા ? આવું બને એટલે તેનો ડેટા તેની પાસે હોય તો એવું થાય એટલે તે તમને તમારા મોબાઇલ દ્વારા તમને સાવચેત કરી શકે.
Social Plugin