માદા ફૂદી જથ્થામાં ઈંડાં મૂકતી હોવાથી તેનો વીણીને નાશ કરવો. જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળોને  હાથથી વીણીને નાશ કરવો. આ જીવાતના નર ફૂદાને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. શક્ય હોય તો મગફળીના ખેતરની ફરતે દિવેલાના છોડ ઉગાડવા જેથી માદા ફૂદી ઈંડાં દિવેલાના પાનની નીચેની બાજુએ મૂકે છે જેનો સહેલાઈથી નાશ કરી શકાય.

 ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યૂક્લઅર પોલિહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઈ ૭ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. 


ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૧૫ મિ.લિ.અથવા થાયામેથોક્ઝામ ૧૨.૬૦ % + લેમડા-સાઇહેલોથ્રીન ૯.પ %; ઝેડસી ૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.